બુધ્વાર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬

સમાચાર

બુધ્વાર, ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫

મિહિર કોટેચાના પ્રયત્નોને યશ: મુલુંડમાં ટ્રાફિક ભીડ ઘટાડવા BMC દ્વારા GMLR ફેઝ-4 માટે રૂ. 1,293 કરોડનું ટેન્ડર જાહેર

મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાના સતત પ્રયત્નો લીધે મુલુંડના રહેવાસીઓ માટે ટ્રાફિક ભીડ ઘટાડવા અને મુંબઈમાં પૂર્વ-પશ્ર્ચિમ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ ગોરેગાંવમુલુંડ લિંક રોડ (BMLR) પ્રોજેક્ટના ફેઝ4 માટે રૂ. 1,293 કરોડનું ટેન્ડર જાહેર કર્યું છે. મુલુંડના બીજેપી વિધાનસભ્ય મિહિર કોટેચાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠકમાં નાહુર ઐરોલી ટોલ નાકા પરની ભીડ ઘટાડવા અને પૂર્વ-પશ્ર્ચિમ જોડાણ મજબૂત કરવાની તાત્કાલિક જરૂરિયાત કર્યા બાદ આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે
આ અંગે વધુ માહિતી આપતાં મિહિર કોટેચાએ જણાવ્યું હતું કે,ૠખકછ ફેઝ-4 વર્તમાન અને ભવિષ્યની ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને આસપાસના જંકશનો પર ટ્રાફિક ભીડ નાબૂદ કરવા માટે આ તાત્કાલિક તેમજ દીર્ઘકાલીન ઉકેલ તરીકે માંગવામાં આવ્યો હતો. માનનીય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી સાથેની બેઠક બાદ હવે આ ટેન્ડર જાહેર થયું તે આનંદની વાત છે. 
તેમણે વધુમાં કહ્યું કે ૠખકછ ફેઝ4 સમગ્ર BMLR કોરિડોરનો અભિન્ન ભાગ છે, જે મુંબઈમાં સરળ પૂર્વ-પશ્ર્ચિમ કનેક્ટિવિટી સુનિશ્ર્ચિત કરશે.આ પ્રોજેક્ટ શહેરના સૌથી વ્યસ્ત જંકશનોમાંથી એક પરની ભીડ નોંધપાત્ર રીતે ઘટાડશે. કાર્યરત થનારા BMLR ટ્વીન ટનલ્સ, સમૃદ્ધિ મહામાર્ગ અને MMRDAઅના પ્રસ્તાવિત કટાઈ નાકા ઐરોલી ફ્રીવે પરથી આવનારા ભવિષ્યના ટ્રાફિકને પણ આ BMLR ફેઝ-4 સંભાળી શકશે. ટ્રાફિક પ્રવાહમાં સુધારાથી વાહનોનાં ઊભા રહેવાનો સમય ઘટશે, ઈંધણ બચશે અને વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. 
BMLR ફેઝ-4 પ્રોજેક્ટ બે તબક્કામાં અમલમાં મુકવામાં આવશે.ફેઝ1માં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર હાલના ફ્લાયઓવર ઉપર બીજા સ્તરનો કેબલસ્ટેડ ફ્લાયઓવર બનાવવામાં આવશે. ફ્લાયઓવરની કુલ લંબાઈ 1,330 મીટર હશે, જેમાં 270 મીટરના રેમ્પ્સ સામેલ છે. ઉપરાંત 40.6 મીટર પહોળાઈ (5+5 લેન) ધરાવતો 180 મીટર લાંબો ફરજિયાત હાઈવે ક્રોસિંગ સ્પાન અને બાકીના માર્ગ માટે 24.4 મીટર પહોળો (3+3 લેન) વિયાડક્ટ બનાવાશે. ચારેય જંકશનના ખૂણાઓ પર તાત્કાલિક ‘ફ્રી લેફ્ટ’ વળાંક બનાવવામાં આવશે તેમજ નાહુરથી ઐરોલી ટોલ નાકા વચ્ચેના 1,600 મીટર લાંબા હાલના ગ્રાઉન્ડ લેવલ રસ્તાઓમાં સુધારણા કરવામાં આવશે.
ફેઝ-2માં દીર્ઘકાલીન ટ્રાફિક વ્યવસ્થાપન માટે ચારેય ખૂણાઓ પર મુંબઈનો પ્રથમ ક્લોવરલીફ લૂપ્સ અથવા ઇન્ટરચેન્જ બનાવવામાં આવશે, જેમાં કુલ લંબાઈ 2,400 મીટર (રેમ્પ્સ સહિત) હશે. ઉપરાંત 3,600 મીટર લાંબા સ્થાયી ગ્રાઉન્ડ લેવલ ‘ફ્રી લેફ્ટ બાયપાસ’ રસ્તાઓ પણ વિકસાવવામાં આવશે.આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુલુંડથી દક્ષિણ મુંબઈ (CSTM) સુધી અને મુલુંડથી ઐરોલી સુધી સિગ્નલ-ફ્રીજઈ શકાશે.