રવિવાર, ૭ ડિસેમ્બર, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫

મુલુંડ(પ.)નાં શાળા વિસ્તારમાં રસ્તા પર ખાડાઓના કારણે બાળકો થાય છે ઈજાગ્રસ્ત

મુલુંડ પશ્ર્ચિમમાં અનેક રસ્તાઓ ઉપર રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યા વધતી જાય છે. આ ટ્રાફિક જામ થવાનું એક કારણ રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ છે. આ ખાડાઓને લીધે ફક્ત ટ્રાફિક જામની સમસ્યા જ નથી સર્જાતી, પરંતુ સામાન્ય રાહદારીઓ, શાળાએ જતા-આવતા વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો આ ખાડામાં પાડીને ઈજાગ્રસ્ત થાય છે. ઉદાહરણ રૂપે મુલુંડ પશ્ર્ચિમમાં વી.પી. રોડ અને ગજાનન પુરંદરે માર્ગના જંક્શન પર પડેલા મોટા ખાડાઓને કારણે અહીં અવારનવાર અકસ્માતો થાય છે. અહીં આસપાસમાં 4થી 5 શાળાઓ પણ છે. આ ખાડાઓમાં પડી જવાથી વિદ્યાર્થીઓ જખમી થાય છે. મુલુંડના સમાજસેવક શુલભ જૈનએ સોશિયલ મીડિયામાં ‘એક્સ’ ઉપર સંબંધિત અધિકારીઓને આ ખાડાઓનું બનતી ત્વરાએ સમારકામ કરવાની અપીલ 
કરી છે.