રાશિ ભવિષ્ય
બુધવાર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬
મેષ
(અક્ષરો: અ,લ,ઇ)
મેષ (અ,લ,ઈ) : પરિપકવતાને કારણે ઘર્ષણમાં ઊતરવાનું ટાળી શકો છો. તમે સમય પારખવાની કળા હસ્તગત કરી લીધી છે અને ખૂબ જ ધીરજ રાખી રહ્યા છો એ સારી બાબત છે. પરિવારના સભ્યો સામાન્ય કરતા જુદું વર્તન કરતા હોય તો સમસ્યાના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરો. વાતાવરણને તંગ બનાવતા નાજુક વિષયો પર ચર્ચા કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આ ચર્ચામાં અન્ય લોકોના અભિપ્રાયોને પણ ધ્યાનમાં લો એવી મારી સલાહ છે. સંજોગો તમારી તરફેણમાં ન થાય ત્યાં સુધી સમતોલ અભિગમ જાળવજો. તમે તમારું સાચુ વ્યક્તિત્વ કરી પાછુ મેળવી રહ્યા છો એમ દેખાય છે.
વૃષભ
(અક્ષરો: અ,લ,ઇ)
વૃષભ (બ,વ,ઉ) : તમારા સ્વભાવ મુજબ તમે એક વખત જે કાર્ય વિચારી લીધું હશે એને તરત અને મક્કમતાથી અમલમાં મૂકી શકશો. અચાનક અવરોધ ઊભા કરતા સંજોગો સમૂળગા બદલાઈ જશે. માત્ર તમારે એ સંજોગો પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. એવા ઘણા કાર્યો છે જેના પર પૂરતું ધ્યાન આપવું જરૂરી બનશે. એટલે એક સમયે એક જ કામ હાથ પર લેવાની સલાહ છે. કોઈ મિત્ર તમારી ધીરજની વારંવાર કસોટી કરતો હોય તો પણ મૈત્રીના દૃઢ સંબંધો જાળવી રાખો. વાત કરતી વખતે મનમાં અહં ન રાખશો. માતાપિતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવા ઈચ્છતા હો તો જીવનસાથી શોધવા માટે હવે યોગ્ય સમય આવી ગયો છે.
મિથુન
(અક્ષરો: અ,લ,ઇ)
મિથુન (ક,છ,ઘ) : કોઈ ચર્ચામાં સંરક્ષણાત્મક રણનીતિને બદલે તમારા સૂચનો હિંમતથી રજૂ ભલે કરો, પરંતુ એક પણ ખોટો શબ્દ ઘર્ષણ ઊભું કરી શકે છે. સમય પારખવાની કળાને વધુ સતેજ બનાવો અને ધીરજથી કામ લેજો એવી મારી સલાહ છે. કેટલાક સંબંધીઓ તરફથી અપરિણીતો માટે લગ્નની દરખાસ્ત મળી શકે છે. મહત્વના કાર્યો કાલ પર મુલતવી ન રાખો. અગત્યના નિર્ણયો લેવા અને પ્રિય વ્યક્તિને બિનશરતી પ્રેમ આપવો એ વર્તમાન સમયનો તકાદો છે. મિત્રને નિ:સ્વાર્થ ભાવે ભલે પૈસા ઊછીના આપો પણ એને પાછા મેળવવામાં વિલંબ કે તકલીફ થશે, એ સમજી લેજો.
કર્ક
(અક્ષરો: અ,લ,ઇ)
કર્ક (ડ,હ) : અન્ય પર વિશ્ર્વાસ મૂકી શકો છો એ તમારી મોટી થાપણ છે. વધુ પડતા લગાવવાળા સંબંધોમાં મુશ્કેલી ઊભી થઈ હોય તો વડીલોની સલાહ લો અને એને અનુસરો. અત્યારે વિજય તમારા પક્ષે છે. એટલે હરીફો કરતાં આગળ નીકળી જવાની તૈયારી કરો. અચાનક કામનો બોજ વધી જશે. જોકે તમે એને પહોંચી વળી શકશો. કાર્યક્ષેત્રે અગત્યના નિર્ણયો લેવા પડશે. મોટા થઈ ગયેલા સંતાનના ગુસ્સો ચડે એવા વર્તન સામે ઊગ્ર પ્રત્યાઘાત ન આપો. મગજને શાંત રાખવા પ્રયાસ કરો. પ્રેમભંગ થયો હશે તો થોડા વખતમાં જ નવા સમજદાર પાર્ટનર સાથે સંબંધ જોડાશે.
સિંહ
(અક્ષરો: અ,લ,ઇ)
સિંહ (મ,ટ) : તમારા પ્રયાસોનું ઉદ્દેશાત્મક મૂલ્યાંકન કરો અને એ પછી ભવિષ્ય માટે મજબૂત પાયો બનાવવા કલ્પનાને છૂટો દોર આપો. પડદા પાછળ કોઈક શક્તિ તમને મદદરૂપ બની રહી છે. એટલે બધુ ધારણા મુજબ પાર પડશે એની ખાતરી રાખી શકો છો. નસીબનું ચક્ર તમારી તરફેણમાં ફરી રહ્યું છે અને જીવન ફરી ઝળહળી ઊઠશે. આકસ્મિક ધનલાભ મળશે અને એ સાથે લોકોમાં ઈર્ષા પણ જન્મશે. અન્યત્ર સ્થળાંતર કરવા ઈચ્છતા હશો તો એ માટે યોગ્ય સમય આવી રહ્યો છે. નવી કાર ખરીદો કે ઘરમાં રિનોવેશન કરાવો એવી સંભાવના છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પાછળ સમયનો વધુ ભોગ આપવો પડશે.
કન્યા
(અક્ષરો: અ,લ,ઇ)
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે સમય વિતાવવામાં અને એક ખાસ પ્રસંગની ઊજવણી માટે સંબંધીઓ સાથેની મુલાકાતોમાં આ સપ્તાહ પસાર થઈ જશે. દામ્પત્ય જીવનમાં કોઈક પ્રકારનું ટેન્શન ઊભુ થવાની શક્યતા દેખાય છે. મતભેદો ઊકેલવા માટે અત્યારનો સમય મારી દ્રષ્ટિએ શુભ છે. પ્રિયજનને તમારો મુદ્દો અને દ્દષ્ટિકોણ સમજાવવાનો પ્રયાસ અવશ્ય કરજો. નોકરિયાતોને નજીદિકના સમયમાં જ પગારમાં નોંધપાત્ર વધારાની શક્યતા દેખાય છે. અપરિણીતોની મુલાકાત પારસ્પરિક આકર્ષણ હશે એવી વ્યક્તિ સાથે થઈ શકે છે. જો કે એ સંબંધોમાં ધીમે-ધીમે આગળ વધવાની સલાહ છે.
તુલા
(અક્ષરો: અ,લ,ઇ)
તુલા (ર,ત) : બાકી નીકળતા પૈસા આવવાની અપેક્ષા હતી એ વિલંબમાં મુકાવાની શક્યતા છે. મૃગજળ પાછળ દોડવાને બદલે તમારી પાસે જે છે એનો આનંદ માણો. બિનમહત્વના મુદ્દાઓ પર મગજ ખરાબ ન કરવાની સલાહ છે. તમે જેને ચાહો છો તેની સાથે રજા ગાળવાનો પ્રોગ્રામ બનાવી લો જેથી તમે આપેલા વચનની પૂર્તિ થશે. પરિવારને મહત્વ આપવાનું ચાલુ રાખજો. એક નવા પ્રકારનો આત્મવિશ્ર્વાસ તમારા મનને વધુ રિલેક્સ બનાવશે. આપખુદ બનીને નિર્ણય લેવા ટેવાયેલા હોવાથી પાર્ટનરશિપ તમને અનુકૂળ લાગે છે કે નહીં એ વિશે ખાતરી કરીને જ આગળ વધજો. શરદી, ખાંસી કે વાયરલ ઈન્ફેક્શનથી સંભાળજો.
વૃશ્ચિક (ન,ય) : કરીઅરમાં એક મોટો જમ્પ મળી શકે છે. કુદરત તમારા પર ખાસ આશીર્વાદ વર્ષાવી રહી છે માટે જરા પણ સમય બગાડ્યા વગર કેવળ તમારા કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ છે. જીવન કેવું હતું એ વિચારવાને બદલે કેવું હશે એ વિચારો. હૃદયમાં ઊઠતા અવાજને સાંભળશો તો દૂરગામી પરિણામો સર્જી શકો એવા ચોક્કસ નિર્ણયો લઈ શકશો. જેમની કંપનીમાં તમને સારું લાગે એવા લોકોના સંગાથમાં રહો. તમારી ઈર્ષા કરતી વ્યક્તિ સાથે દલીલમાં ઊતરવાનું ટાળજો. ભવિષ્યમાં કાર ખરીદવાનો વિચાર ઉત્તમ જણાય છે. ખર્ચાળ સમય હોવાથી બચત તરફ ધ્યાન આપજો.
ધન
(અક્ષરો: અ,લ,ઇ)
ધન (ભ,ધ,ફ,ઢ) : લાગણીઓને સમજદારીપૂર્વક નિયંત્રણમાં રાખવી એ આ સપ્તાહ તમારી માટે શીખવા લાયક પાઠ રહેશે. બાળકોનો ઊછેર, પરિવારની જવાબદારી અને સાથોસાથ કરીઅર સંભાળવાની કામગીરી તમારી કસોટી કરશે. તમારા વ્યક્તિત્વના ઊચ્ચ પાસાને બહાર લાવો અને સમયના પ્રવાહ સાથે આગળ વધો એવી મારી સલાહ છે. નોકરીમાં બઢતી અને પગાર વધારાનો સમય શરૂ થઈ ગયો છે. કશુંક અદ્ભૂત બનવાની શક્યતા છે. હરવા ફરવાના સ્થળે પ્રવાસની શક્યતા છે. અપરિણીતોએ અત્યારે કોઈ સંબંધમાં ન પડવાની સલાહ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં આગળ વધવા સખત મહેનત કરવી પડશે.
મકર
(અક્ષરો: અ,લ,ઇ)
મકર (ખ,જ) : દામ્પત્ય જીવનમાં કોઈક પ્રકારનું ટેન્શન ઊભું થવાની શક્યતા છે. શંકાને દૂર ફગાવી દો અને સાનુકુળતા અને સમસ્યાના ઊકેલ માટે ઈશ્ર્વરને પ્રાર્થના કરો. સમાધાનકારી અભિગમથી કેટલીક ગેરસમજ ટાળી શકશો એમ જણાય છે. તમારો અંહ જો નુકશાનકારક બનતો હોય તો એને જલ્દીથી દૂર કરવાની સલાહ છે. અત્યારનો સમય નવા પ્રયોગો માટે સાનુકુળ નથી. એક વડીલ કરીઅરના નિર્ણયમાં મદદરૂપ બની શકે છે. નોકરીમાં પગાર વધારાની કે પ્રમોશનની અપેક્ષા રાખી શકો છો. વ્યવસાયમાં નાની મોટી ઊઘરાણીઓ છૂટી થશે. મિત્રો તમને આ સમયમાં ઊપયોગી થશે, એમના સતત ટચમાં રહેજો.
કુંભ
(અક્ષરો: અ,લ,ઇ)
કુંભ (ગ,સ,શ,ષ) : હળવાશ અને હસી મજાક દ્વારા તમારી અંદરનો ખાલીપો ભરી દો એવી મારી સલાહ છે. એક સમસ્યા ઉકલવાના અનેક પ્રયાસો છતાં જો એ ન ઉકલાય તો એને જેમની તેમ રહેવા દેજો. સ્થગિતતાના વર્તમાન સમય દરમ્યાન એકાંતમાં બેસી આત્મમંથન કરો. ભૂતકાળના બનાવોની અને તમારા અભિગમની સમીક્ષા કરો, અને તમારી ભૂલોનો સ્વીકાર કરો, જેથી સત્યની તમે વધુ નજીક પહોંચી શકશો. ઉદાસ બનીને પોઝિટિવ સ્પંદનો ઘટાડવાને બદલે મન પ્રસન્ન રહે એવા જરૂરી પરિવર્તનો કરો અને સર્વોચ્ચ શક્તિ પર બધુ છોડીને નિશ્ર્ચિત બની જાઓ. અપરિણીતોની મુલાકાત અત્યંત આકર્ષક વ્યક્તિ સાથે થઈ શકે છે.
મીન
(અક્ષરો: અ,લ,ઇ)
મીન (દ,ચ,ઝ,થ) : વર્તમાન સમય વિશ્ર્વાસુ મિત્રોની સલાહ સાંભળવાનો અને નિરર્થક ઊથલપાથલ ટાળવા ભૂતકાળના અનુભવોમાંથી પાઠ શીખવાનો છે. પરિવારનો કોઈ યુવાન મેમ્બર કદાચ જુદા થવાની રજૂઆત કરી શકે છે એ માટે તૈયાર રહેજો. જે ચિંતા સતાવી રહી છે એ દૂર થશે અને ઈશ્ર્વર તમારા હૃદયના જખમ રૂઝવવા મદદરૂપ બનશે એમ જણાય છે. કરીઅર આગળ વધારવા નવેસરથી રસ જાગૃત કરો અને સંભવિત પરિણામને ધ્યાનમાં રાખીને સમજદારીપૂર્વક વિચારીને શ્રેષ્ઠ અભિગમ નક્કી કરી લેવાની સલાહ છે. શરદી કે ખાંસીની તકલીફમાં ડોક્ટરને ક્ધસલ્ટ અવશ્ય કરજો.