રવિવાર, ૭ ડિસેમ્બર, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫

સિનિયર સીટીઝનો માટે દાદર ટર્મિનસ પર ઈલેક્ટ્રિકલ કારની સુવિધા ઉપલબ્ધ

કચ્છ માટે સયાજી નગરી એક્સપ્રેસ દાદર ટર્મિનસથી ઉપડે છે. જેમાં પ્રવાસીઓ જોગ ખાસ સૂચનો છે કે દાદર ટર્મિનસના પ્લેટફોર્મ નં.6 અને 7 પર જવા તિલક બ્રીજથી ટર્મિનસ રેમ્પ જવા માટે વન વે કરાયેલ છે. કારથી જતાં પ્રવાસીઓ વળતાં તિલક બ્રીજ નીચેથી થઈ સર્વિસ રોડથી માટુંગા રોડ થઈ ધારાવી અથવા માહિમ થઈ બહાર નીકળવું પડશે. કાર લઈને ટર્મિનસથી તિલક બ્રીજ દ્વારા બહાર નીકળશો તો આરટીઓ રૂા.1500 ફાઈન વસૂલશે. દાદર ટર્મિનસથી ફૂટ ઓવર ફ્લાય બ્રીદ દ્વારા ચાલીને તિલક બ્રીજ, દાદર ઈસ્ટ-વેસ્ટ ખંભે તરફ બહાર નીકળ્યા શકો છો. દાદર ટર્મિનસના પ્લેટફોર્મ નં.6 અને 7 માટે ઈલેક્ટ્રિકલ કારની સુવિધા ચાલુ થઈ છે. ઈલેક્ટ્રિક કાર માટે ડ્રાઈવર મંગેશ-8591207848, સુરેન્દ્ર-8922822803નો સંપર્ક કરવો. વ્યક્તિ દીઠ ચાર્જ રૂા.50 છે.