જૈન ધર્મના વિચારોમાં શ્રધ્ધા ધરાવતાં કોેંગ્રેસના ઉમેદવાર હેમંત બાપટ
વોર્ડ નં.104 માટે કોંગ્રેસ પક્ષ તરફથીજાહેર કરાયેલ ઉમેદવાર હેમંત અરૂણ બાપટ ત્રણ દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. હાલે તેઓ કોંગ્રેસના સભાસદ તરીકે સક્રીય છે.
યુવા, શિક્ષિત, સંનિષ્ઠ, સેવાભાવી અને ઉત્સાહી કોેંગ્રેસી કાર્યકર હેમંત બાપટના દાદા 1942ના સ્વતંત્રતા આંદોલનની ચળવળમાં ભાગ લેનાર સેનાની હતા. એસીસી સિમેન્ટ કાું માં યુનિયન લીડર તરીકે રહ્યાં હતા અને સફાઈ કામગાર સેનાના સ્થાપક હતા તથા તેમના દાદી નલિની બાપટ 1949માં મુલુંડ ગ્રામપંચાયતમાં મહિલા પ્રતિનિધિત્વ કરનાર સભાસદ હતા.
સમાજસેવાનો કૌટુંબિક વારસો ધરાવતા સ્વચ્છ પ્રતિષ્ઠા અને જનકાર્ય માટે સદૈવ તત્પર રહેનારા તરૂણ જેવી તત્પરતા ધરાવતા સુશિક્ષિત હેમંત બાપટને કોંગ્રેસ પક્ષએ ઉમેદવારી જાહેર કરતાં જૂના વફાદાર કોંગ્રેસી કાર્યકરો અને યુવા...