સમાચાર
ગુરુવાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૬
બીજેપી દ્વારા મુલુંડમાં પ્રથમ વખત અપાઈ જૈન મહિલા ડૉ.હેતલ ગાલા-મોર્વેકરને ઉમેદવારી
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા મુલુંડમાં પ્રથમ વખત જૈન ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. ભાજપએ વોર્ડ નં. 103માં મુલુંડમાં જન્મેલા અને ઉછેર પામેલા બીજેપીના ઉચ્ચ શિક્ષિત સંનિષ્ઠ કાર્યકર હેતલ ગાલા-મોર્વેકરને ઉમેદવારી આપી છે.
મૂળ ગામ કચ્છના માંડવી તાલુકાના ફરાદી ગામના અને કવિઓ સમાજના હેતલબેન હાલ તેમના જ વોર્ડ નંબર 103 મુલુંડ પશ્ર્ચિમ સ્થિત તિરૂમલા હેબીટેટના રહેવાસી છે. રાજકારણમાં બહુ ઓછું જોવા મળે તેટલું ઙવ.ઉ. સુધીનું ઉચ્ચ શિક્ષણ તેમણે મેળવ્યું છે. તેમની શિક્ષણયાત્રા જોઈએ તો ધોરણ 10 સુધીનું શિક્ષણ તેમણે મુલુંડની મોતીભાઈ પચાણ શાળામાં લીધું. ત્યારબાદ મુલુંડની વઝે કોલેજમાં 12મું ધોરણ પાસ કરીને માટુંગા સ્થિત પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા UDCT (હાલની ITC)માંથી ફાર્મસીમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી. ત્યારબાદ મેડિસિનમાં Ph.D. કરીને ડો. હેતલ બન્યા. હાલ તેઓ એક ગ્લોબલ કોર્પોરેટ કંપનીના સંશોધન વિભાગ (RD Department) માં લીડ મેનેજર તરીકે કાર્યરત છે.
હેતલ ગાલા-મોર્વેકર ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર છે. છેલ્લા 12 વર્ષથી તેઓ પોતાના વ્યસ્ત શીડ્યુલમાંથી રજા લઈને દરેક ચૂંટણીમાં ભાજપ ઉમેદવારના પ્રચારમાં અગ્રેસર રહ્યા છે. તેઓ પોતે પણ વોર્ડ નં. 103માં રહેતા હોવાથી અહીંની સ્થાનિક સમસ્યાઓ સારી રીતે જાણે છે. ભાજપ દ્વારા વોર્ડ નં. 103ની ઉમેદવારી મળ્યા પછી તેમની સફળતા માટે શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.