રવિવાર, ૭ ડિસેમ્બર, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫

ભારતીય જનતા પાર્ટી - વોર્ડ નં. 103 ના અધ્યક્ષા હેતલ જોબનપુત્રાના જનસંપર્ક અભિયાનની ફળશ્રુતિ શિવસેના (ઉબાઠા) ના કાર્યકરો સહિત અનેક યુવાનો ભાજપમાં જોડાયા

વોર્ડ નં. 103 ખાતે ભાજપા અધ્યક્ષા શ્રીમતી હેતલ જોબનપુત્રા દ્વારા છેલ્લા કેટલાક સમયથી યોજાયેલા વ્યાપક અને અસરકારક જનસંપર્ક અભિયાનની ફળશ્રુતિ રૂપે તેમના સક્રિય સંગઠનાત્મક કામગીરીથી પ્રેરાઈને શિવસેના (ઉબાઠા)ના કાર્યકરો સહિત અનેક યુવાનોએ ભારતની વિકાસલક્ષી રાજનીતિમાં યોગદાન આપવા માટે ભાજપમાં જાહેર પક્ષપ્રવેશ કર્યો હતો.
જાહેર પક્ષપ્રવેશ મંગળવાર, તા. 02/12,ના રોજ પૂર્વ સાંસદ મનોજ કોટકના સેવાલય ખાતે યોજાયો હતો. જેમાં આશરે 30 યુવાનો અને અન્ય પક્ષોના કાર્યકરોએ ભાજપા સાથે જોડાઈને ભાજપની વિકાસના પથ પર ભારતને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી અને સ્થાનિક સ્તરે થઈ રહેલા સેવા કાર્યોને વખાણ્યા હતા.
શ્રીમતી હેતલ જોબનપુત્રાએ નવા જોડાયેલા તમામ કાર્યકરોનું ભાજપ પરિવારમાં હાર્દિક સ્વાગત કર્યું અને જણાવ્યું કે, વોર્ડ 103 ના દરેક કાર્યકર વિકાસ, સેવા અને સંગઠનશક્તિ દ્વારા ભાજપને વધુ મજબૂત બનાવશે. નવા જોડાયેલા યુવાનોના ઉત્સાહ અને શક્તિથી પક્ષની કાર્યક્ષમતાને વધુ વેગ મળશે.
આ પ્રસંગે ઈશાન્ય મુંબઈ ભાજપના કાર્યાલય પ્રમુખ રમેશ કોટક, મંડળ અધ્યક્ષ  જ્યેષ્ઠ કાર્યકર નામદેવ દાદા નિકટે, પ્રદીપ યાદવની ઉર્જાસભર હાજરી હતી.